નવી દિલ્હી: સમગ્ર ચીન (China) માં આગની જેમ ફેલાઈ રહેલા વુહાન ( Wuhan)  કોરોના વાઈરસ (Coronavirus)  ઈન્ફેક્શન વચ્ચે તમામ દેશો પોતાના નાગરિકોને ચીનમાંથી બહાર કાઢવામાં લાગી ગયા છે. અમેરિકા અને જાપાન પોતાના નાગરિકોને વુહાનમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યાં છે. પરંતુ છેલ્લા બે દિવસથી લગભગ 250 ભારતીયો વુહાનમાં ફસાયેલા છે. તેઓની હજુ સુધી ત્યાંથી ખસેડવામાં સફળતા મળી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM ઉદ્ધવ ઠાકરેએ ભાજપના આ બે દિગ્ગજ નેતાઓના કર્યા ભરપેટ વખાણ, સરકારમાં બધુ ઠીક?


ચીની સરકાર વિશેષ વિમાનને ઉતરવાની નથી આપી રહી મંજૂરી
વિદેશ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે ભારત સરકાર છેલ્લા બે દિવસથી ભારતીયોને વુહાન શહેરમાંથી બહાર કાઢવાની કોશિશમાં લાગી છે. 250 ભારતીયોને શહેરમાંથી કાઢવા માટે એર ઈન્ડિયાનું વિશેષ વિમાન છેલ્લા બે દિવસથી દિલ્હી એરપોર્ટ પર તૈયાર ઊભું છે. પરંતુ ચીની સરકારની મંજૂરી ન મળવાના કારણે મામલો અટક્યો છે. અધિકારીઓનું કહેવું છે કે જેવી ચીન સરકારની મંજૂરી મળશે કે તમામ ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં આવશે. આબાજુ ભારતમાં ચીની રાજદૂતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની એડવાઈઝરીનો ઉલ્લેખ કરતા કહ્યું કે હાલ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આ ચેપના કારણે દેશ છોડવાની સલાહ આપી નથી. WHOએ તમામ દેશોને આવી પરિસ્થિતિમાં શાંત રહેવાનું કહ્યું છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...